વ્હાલા જ્ઞાતિ મિત્રો,
1. શ્રી મોડાસા એકડા દશા ખડાયતા વસ્તી પત્રક સમિતિ મોડાસા. દ્વારા આયોજિત "14 મો જીવનસાથી પરિચય સંમેલન 2025" નું આયોજન તારીખ પાંચમી જાન્યુઆરી 2025 ના રોજ સવારે 8:30 વાગે સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટી શાહીબાગ અમદાવાદ માં યોજવામાં આવેલ છે.
જ્ઞાતિના વિવાહોત્સુક યુવક-યુવતી ઓને મોકલાવેલ ફોર્મ સ્વચ્છ અક્ષરોથી ભરી બે ફોટા સાથે ₹300 ની પેમેન્ટ વિગત સાથે તારીખ 30:11:24 સુધીમાં મોકલવાના રહેશે. સમય મર્યાદામાં 15 પંદર દિવસ નો વધારો કરવામાં આવ્યો છે. હવે આ સમય મર્યાદામાં ફોર્મ મોકલી આપવાના રહેશે.
2. આપણો સમાજ શ્રી મોડાસા એકડા દશા ખડાયતા 52 ગામ માટે બનાવેલ વેબસાઈટ medkorg.in જેમાં login કર્યા પછી My family માં જો કોઈ યુવક કે યુવતી ને 21 વર્ષ પૂર્ણ થશે ત્યારે તેના નામની સામે Apply for MEDK matrimonial ફોર્મ ઓટોમેટીક લોડ થઈ જશે આ ફોર્મ ભરવાથી તેને List of matrimonial જોવા મળશે. આ ફોર્મ ભરવા માટેની કોઈ જ ફી રાખેલ નથી.
3. આપ સર્વની સુવિધા માટે અને આપ આ વેબસાઈટ સારી રીતે વાપરી શકો, જાણી શકો અને માણી શકો તે માટે આપ જ્યારે આ વેબસાઈટમાં Login કરશો તે પહેલા, તે જ મેનુમાં USER GUIDE આપી છે તેના ઉપર ક્લિક કરશો તો આપને અલગ અલગ ત્રણ ગાઈડ, જોવા મળશે. જે પૈકી
A.USER MANUAL GUIDE: આપણી વેબસાઈટ ની સંપૂર્ણ માહિતી ચિત્ર સાથે રજૂ કરવામાં આવી છે.
B.USER GUIDE FOR MATRIMONIAL:
યુવક યુવતીને Matrimonial માં રજીસ્ટ્રેશન માટેના નીતિ નિયમો ની જાણ અને માહિતી આપવામાં આવી છે.
C.USER GUIDE FOR PASSWORD & OTP:
ઘણા બધા ની ફરિયાદ છે કે ઓટીપી મળતો નથી તે માટેની સંપૂર્ણ જાણ કરતી માહિતી આપવામાં આવી છે.
આ ત્રણે Guideline આપ વાંચશો તો આ વેબસાઈટમાં ઉપલબ્ધ બધી જ માહિતી અને આ વેબસાઈટમાં આપનો ડેટા કેવી રીતે સુધારવો તે અંગેની સંપૂર્ણ માહિતી મળશે. તેમ છતાં આપશ્રીને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો આપ આ વેબસાઈટ માં જ Contact Us / Feedback Queey માં જાણ કરશો તો આ વેબસાઈટ બનાવનાર શ્રી ભરતભાઈ ને જાણ થઈ જશે. અને આપના પ્રશ્નોનુ નિરાકરણ કરીને આપને જાણ કરવામાં આવશે.
જો આપને આ વેબસાઈટ સારી લાગી હોય તો, આપ આપના નજીકના દરેક સગાને આ વેબસાઈટ થી વાકેફ કરો અને તેઓ પોતાનો ડેટા સુધારે તેવી પ્રેરણા આપો.
આપ સૌના સહકારની અપેક્ષા સાથે ભરતભાઈ ચંદુલાલ શાહ (બાયડ) અમદાવાદ ના
જય શ્રી કૃષ્ણ.????????