SHREE MODASA EKDA DASHA KHADAYATA

52 GAM SAMAJ

1st VP Granth Publisher

Mumbai-1974 (1974-1979)

Late. Shree Chandulal Dungardas Shah

2nd VP Granth Publisher

Bolundra-1981 (1979-1984)

Late. Shree Manukantbhai C Shah

3rd VP Granth Publisher

Talod-1987 (1984-1988)

Late. Shree Damodardas V Shah

4th VP Granth Publisher

Modasa-1994 (1988-1994)

Dr.Mukundlal V Shah

5th VP Granth Publisher

Kotiyark-2000 (1997-2000)

Shree Vrundavan J Shah

6th VP Granth Publisher

Ahmedabad-2006 (2004-2006)

Shree Vinodkumar M Shah

7th VP Granth Publisher

Gandhinagar-2012 (2010-2012)

Shree Bharatkumar C Shah

No-img

8th VP Granth Publisher

Ahmedabad-2022 (2020-2023)

Shree Dipakkumar D Shah

Editor Desk Message

વ્હાલા જ્ઞાતિ મિત્રો,
 

 

જય શ્રીકૃષ્ણ ????

 

હું 2008થી આજદિન સુધી આપણા સમાજના વસ્તીપત્રકના કાર્ય સાથે સતત સંકળાયેલો છું. વર્ષ 2010થી 2012દરમ્યાન પ્રમુખ તરીકે સેવા આપી હતી અને તે પછીથી સતત Convenor તરીકે કાર્યરત છું. વર્ષ 2023માં સમાજે મને આવતા 5વર્ષ માટે વેબસાઈટના વિકાસ અને મેન્ટેનન્સ માટે દર વર્ષે રૂ. 2,00,000સુધી વાપરવા માટે પરવાનગી આપી છે. પરંતુ ખાસ જણાવવાનું કે 2008થી આજદિન સુધી મેં સમાજ કે કોઈ વ્યક્તિ પાસેથી એક પણ રૂપિયા લીધેલ નથી, આ બધું પ્રભુની કૃપા અને મારા પરિવારના સહકારથી કરવામાં આવ્યું છે.

છેલ્લા બે વર્ષ દરમ્યાન થયેલ મહત્વપૂર્ણ કાર્યો

1. નવતર વેબસાઈટ ડેવલપમેન્ટ – જૂની સાઇટને સુધારીને નવી સુવિધાઓ સાથે રજૂ કરવામાં આવી.

2. Matrimonial Function – સમાજના યુવક-યુવતીઓ માટે પર્સનલ ડેટા દાખલ કરી લગ્નોત્સુક માહિતી ઉપલબ્ધ.

3. ડાયરેક્ટ ફોન કૉલ સુવિધા – વેબસાઈટમાંથી સીધો ફોન કરી શકાય તેવી વ્યવસ્થા.

4. Google Map Link – સરનામા પર ક્લિક કરતાં સીધો નકશો ખુલવાની સુવિધા.

5. જન્મદિવસ માહિતી સર્ચ – નેટિવ વાઇઝ અને સીટી વાઇઝ શોધ વિકલ્પ ઉમેરાયેલ.

6. OTP + Password System – લૉગિન સરળ બનાવવામાં આવ્યું; મોબાઇલ/ઈમેઈલ પર ઓટીપી મળવાથી સાઇટ એક્સેસ.

7. Annual Maintenance & Domain Renewal – દર વર્ષે લાગતા તમામ ખર્ચ જાતે જ ભર્યા.

8. સિક્યોરિટી ખર્ચ – હેકિંગથી બચાવવા જરૂરી વ્યવસ્થા.

9. વાર્ષિક અહેવાલ અપલોડ – સમાજની તમામ સંસ્થાઓના રિપોર્ટ વેબસાઈટ પર ઉપલબ્ધ.

10. નિરંતર સુધારા – દરેક નવા ફંક્શનને Finalize કરવા વ્યક્તિગત સમય, જ્ઞાન અને શક્તિનો ઉપયોગ.

પડકારો  ( CHALANGES) :

 

અત્યાર સુધી ફક્ત 47/238યુવકો અને 13/133યુવતીઓ એ જ પોતાનો ડેટા વેબસાઈટમાં ભર્યો છે.

સમાજના મોટા ભાગના સભ્યો પાસે સારી ટેકનોલોજી હોવા છતાં (મોંઘા ફોન, વોટ્સએપ વગેરે) પોતા

ની માહિતી અપડેટ કરવાની ઉત્સુકતા ઓછી છે.વસ્તીપત્રક સમિતિનું કાર્ય નિષ્ક્રિય હોવાથી ભરતભાઈ ઉપર જ સંપૂર્ણ જવાબદારી મૂકાય છ

 

આપ સૌની ફરજ  :

પ્રિય સભ્યો, આ વેબસાઈટ ફક્ત એક ટેકનિકલ પ્રોજેક્ટ નથી –

➡આ આપણા સમાજને એક રૂપ કરવાની કડી છે.

➡“વસુધૈવ કુટુંબકમ” ની ભાવનાથી દરેક સભ્યની સંપૂર્ણ માહિતી સૌ સુધી પહોંચાડવાની વ્યવસ્થા છે.

તેથી, પ્રત્યેક કુટુંબે પોતાનો ડેટા સમયસર અપડેટ કરવાનો ફરજિયાત પ્રયાસ કરવો જોઈએ.

સમાજ મોટું છે – આશરે 3000કુટુંબ અને 15,000સભ્યો. જો દરેક પોતાનું કર્તવ્ય કરે, તો વેબસાઈટની સાચી અસર દેખાશે.

 

આભારી:

આ કાર્ય દરમ્યાન મને સમયાંતરે માર્ગદર્શન અને સહાયતા આપનાર –

શ્રી વી. એમ. શાહ (શીણોલ, હાલ અમદાવાદ)

ટ્રસ્ટી શ્રી ભાવિનભાઈ પુંજાલાલ શાહ

શ્રી હાર્દિકભાઈ ઇન્દ્રવદનભાઈ શાહ (બાયડ, હાલ અમદાવાદ)

તેમજ મારો પરિવાર – બધાનો હૃદયપૂર્વક આભારી છું.

અંતિમ ભાવના  :

હું સમાજ ઉપર કોઈ ઉપકાર કરતો નથી, આ તો મારું કર્તવ્ય છે. પરંતુ આ કાર્ય આગળ વધે તે માટે સમૂહિક સહભાગીત્વ અત્યંત જરૂરી છે. તાલી હંમેશા બે હાથે જ પડે છે.

પ્રભુએ આપેલી શક્તિ, બુદ્ધિ અને કૌશલ્ય સમાજના કલ્યાણમાં વાપરી શક્યો એ મારું સૌભાગ્ય છે. હવે આગલા પડાવ પર લઈ જવાનું કામ સમાજના દરેક સભ્ય અને સમિતિનું છે.

 

જય શ્રીકૃષ્ણ ????

ભરતભાઈ શાહ

Convenor – Vasti Patrak

Shri Modasa Ekda Dasa Khadayata V.P.

Late. Shree Dr C K Shah

(1994-1997)

Shree Amrutlal N Shah

(2000-2002)

Late. Shree Vallabhdas S Shah

(2002-2004)

Shree Jashvant K Shah

(2006-2008)

Shree Ratilal K Shah

(2008-2010)

Shree Sureshchandra R Shah

(2012-2014)

Late. Shree Jashvant R Shah

(2014-2016)

Shree Harshadkumar J Shah

(2016-2018)

Shree Mahendrakumar V Shah

(2018-2020)

All Rights Reserved. Shree Modasa Ekda Dasha Khadayata Vastipatrak Samiti.
Fb